'40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..', 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર


International Yoga Day 2026 LIVE: આજે સમગ્ર વિશ્વ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રંગમાં રંગાયું છે. ભારત સહિત વૈશ્વિક સ્તરે 210થી વધુ ભારતીય મિશનોની દેખરેખ હેઠળ આશરે 2500 જેટલા સ્થળો પર ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વર્ષે દેશનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર આયોજિત કરાયો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો યોગપ્રેમીઓ સાથે સામૂહિક યોગાભ્યાસ (Common Yoga Protocol) નું નેતૃત્વ કર્યું છે. આ વર્ષની વિશેષ થીમ 'યોગા ફોર હેલ્ધી એજિંગ' (healthy aging - સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) રાખવામાં આવી છે, જે શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કરે છે.



'40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..', 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર '40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..', 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે  PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર Reviewed by GK Exam Guruji on June 20, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.