અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત


Hormuz Strait Reopen News: અમેરિકા અને ઈરાન વચ્ચે આ સપ્તાહે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર (MoU) બાદ ભલે વૈશ્વિક સ્તરે રાહતનો શ્વાસ લેવાયો હોય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરી ખોલી દેવામાં આવી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય તેલ બજાર માટે આ રાહત માત્ર ક્ષણિક સાબિત થઈ શકે છે. વાસ્તવિકતા એ છે કે ઊર્જા સંકટ હજુ ટળ્યું નથી અને વૈશ્વિક બજાર માટે ભારે મોડું થઈ ચૂક્યું છે. એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર'ના તાજા રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયામાં છેલ્લા 4 મહિનાથી તેલ પુરવઠો સંપૂર્ણપણે ઠપ હોવાના કારણે દુનિયાભરના બજારોમાંથી 1.15 અબજ બેરલ કાચું તેલ ગાયબ થઈ ગયું છે. આ ભયંકર અછતે વૈશ્વિક તેલ બજારને એક એવા જોખમી વળાંક પર લાવીને ઊભું રાખ્યું છે જ્યાંથી પરિસ્થિતિ ગમે ત્યારે નિયંત્રણ બહાર જઈ શકે છે.



અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત Reviewed by GK Exam Guruji on June 21, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.