CBSE 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર, યુપીની બે વિદ્યાર્થિનીએ બાજી મારી

નવી દિલ્હી, તા. 2 મે 2019, ગુરૂવાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ ગુરૂવારે 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે 12માંની પરીક્ષામાં કુલ 3,114,831 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 12, 87, 359 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 83.4% બાળકોએ 12માંની બોર્ડની પરીક્ષા પાસ કરી છે. 

આ વખતે સૌથી વધુ ત્રિવેન્દ્રમ રીઝનમાં (ચેન્નાઇ) 98.2% બાળકો પાસ થયા છે. ત્યાર બાદ દિલ્હીમાં 91.87% બાળકો પાસ થયા છે. આ વખતે ટોપમાં યપીની બે વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે જેમાં હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરાએ 500માંથી 499 માર્ક મેળવ્યાં છે. 

500 માંથી 498 માર્ક મેળવી ત્રણ વિદ્યાર્થીઓ બીજા ક્રમાંકે રહ્યાં છે જેમાં ગૌરંગી ચાવલા નિર્મલ આશ્રમ સ્કૂલ (ઋષિકેશ), ઐશ્વર્યા કેન્દ્રીય વિદ્યાલય (રાયબરેલી), ભવ્ય બીઆરએસકે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (જિંદ હરિયાણા) નો સમાવેશ થાય છે. જેમાં ત્રણ માંથી બે છોકરીઓ છે. 

જ્યારે 18 વિદ્યાર્થિઓએ 500માંથી 497 માર્ક સાથે ત્રીજા ક્રમાંકે રહ્યાં છે, જેમાંથી 11 છોકરીઓ છે. 

આ વખતે કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ 98.54%, તિબેટિય સ્કૂલનું 96%, સરકારી સહાયિત શાળાઓનું 88.49% અને ખાનગી શાળાનું સૌથી ઓછુ 82.59% પરિણામ રહ્યું છે.

આ વખતે ટોપર રહેલી હંસિકા શુક્લાએ કોઇ પણ જાતના ટ્યુશન વગર ટોપ કર્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in પર જોઈ શકે છે.



CBSE 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર, યુપીની બે વિદ્યાર્થિનીએ બાજી મારી CBSE 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર, યુપીની બે વિદ્યાર્થિનીએ બાજી મારી Reviewed by GK Exam Guruji on May 02, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.