સચિન પાયલટ મુખ્યમંત્રી હોત તો પરિણામ બીજુ હોત: કોંગ્રેસ MLA


જયપુર, તા. 05 જુન 2019, બુધવાર

રાજસ્થાનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. રાજસ્થાનમાં બે જુથોમાં વહેંચાયેલા કોંગ્રેસના ધારાસભ્યએ હવે ખુલીને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટનો પક્ષ લીધો છે. તેમનું કહેવું છે કે, જો રાજસ્થાનના મુખ્યમંત્રી સચિન પાયલટ હોત તો લોકસભામાં પરિણામ બીજુ હોત. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 25 માંથી એક પણ સીટો પર જીત મળી નથી.

રાજસ્થાનમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસના એક ધારાસભ્યએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની હારની જવાબદારી મુખ્યમંત્રી અશોક ગહેલોતે લેવી જોઇએ. આ સાથે જ ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. ટોડાભીમ સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય મીણાંએ અહીં પાર્ટીના પ્રદેશ હેડક્વાટરમાં કહ્યું કે, જ્યારે પાર્ટી સત્તામાં હોય છે તો હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે અને જો પાર્ટી વિપક્ષમાં હોય તો આ જવાબદારી પાર્ટી અધ્યક્ષની હોય છે.

તેમણે કહ્યું કે, સચિન પાયલયને મુખ્યમંત્રી બનાવવા જોઇએ. જે મારો વ્યક્તિગત મત છે. તેમણે કહ્યું, તેઓ આ વાત પહેલા પણ કહી ચૂક્યા છે કારણ કે વિધાનસભા ચૂંટણી પાર્ટી તેમના કારણે જ જીતી છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગહેલોતે હાલમાં જ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે ઓછામાં ઓછું જોધપુર સીટ પર પાર્ટીની હારની જવાબદારી લેવી જોઇએ તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે ઓછામાં ઓછી જોધપુર સીટ પર પાર્ટીની હારની જવાબદારી લેવી જોઇએ કારણ કે, તેઓ ત્યાં શાનદાર જીતનો દાવો કરી રહ્યાં હતા. જે બાદ રાજસ્થાનમાં ગહેલોત અને પાયલટના સમર્થનમાં અલગ અલગ નિવેદનો આવી રહ્યાં છે.


સચિન પાયલટ મુખ્યમંત્રી હોત તો પરિણામ બીજુ હોત: કોંગ્રેસ MLA સચિન પાયલટ મુખ્યમંત્રી હોત તો પરિણામ બીજુ હોત: કોંગ્રેસ MLA Reviewed by GK Exam Guruji on June 05, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.