ઉજ્જ્વલા યોજના છતાં ચૂલાના ધુમાડાથી મુક્તિ નહી

નવી દિલ્હી, તા. 05 જુન 2019, બુધવાર
મોદી સરકારની ઉજ્જ્વલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા 8 કરોડ લોકોને ફ્રીમાં LPG કનેક્શન આપવામાં આપવામાં આવ્યા અને જેનો યશ મોદી સરકાર મેળવી રહી છે. પરંતુ હાલના એક રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. વિશ્વ પર્યાવરણ દિવસે કોલૈબોરેટિવ ક્લીન એર પોલીસી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં પ્રદુષણના કારણે થનારા મોતમાં સૌથી વધુ મોત ઘરેલું વાયુ પ્રદુષણથી થઇ રહી છે.
ઘરેલૂ વાયુ પ્રદુષણ મુખ્યપણે ઘરમાં ભોજન બનાવતી વખતે ફેલાય છે, ઘરના ચૂલામાં લાકડી, સુકાયેલા પાંદડા અને છાણાં જેવી વસ્તુઓને સળગાવીને ભોજન બનાવવામાં આવે ત્યારકે ઘરેલુ વાયુ પ્રદુષણ ફેલાય છે. રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં કુલ 16 કરોડ ઘરોમાં આજે પણ આવી વસ્તુઓનો ઉપયોગ કરીને ભોજન બનાવે છે. આ તથ્યને વસ્તીના આધારે જોવામાં આવે તો કુલ 58 કરોડ લોકો આજે પણ સુકા પાંદડા, છાણાં અને લાકડાનો ઇંધણ તરીકે ઉપયોગ કરે છે. જેના કારણે ઘરેલું વાયુ પ્રદુષણ થઇ રહ્યું છે. ઉજ્જ્વલા યોજનાની આટલી સફળતા છતા ઘરેલુ પ્રદુષણથી સૌથી વધારે લોકો મરી રહ્યાં છે અને ખાસ કરીને તેનો શિકાર સૌથી વધારે મહિલાઓ થઇ રહી છે.
કૈલિફોર્નિયા યૂનિવર્સિટી, કોરનેલ યૂનિવર્સિટી, મોક્, પ્લેક ઇન્સ્ટીટ્યૂટ ઓફ જર્મની, IIT દિલ્હીના શોધકર્તાઓએ ગ્રામિણ વિસ્તારોમાં શોધ કર્યાં બાદ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે દર વર્ષે 11 લાખ ભારતીયોની મોત વાય પ્રદુષણના કારણે થાય છે. જેમાં 8 લાખ લોકોના મોત માત્ર ઘરેલુ વાયુ પ્રદુષણના કારણે થાય છે. વાયુ પ્રદુષણમાં તેનો ફાળો લગભગ 52% છે.
ઉજ્જ્વલા યોજના છતાં ચૂલાના ધુમાડાથી મુક્તિ નહી
Reviewed by GK Exam Guruji
on
June 05, 2019
Rating:
No comments: