મમતાએ આપી ઈદની વધાઈ, મુસ્લિમોને કહ્યુ ડરવાની જરૂર નથી

નવી દિલ્હી,તા. 5. જૂન, 2019 બુધવાર

જય શ્રી રામના નારાથી ભડકી ઉઠતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે  મુસ્લિમોને ઈદની વધાઈ આપતી વખતે પણ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ.

મમતા બેનરજીએ મુસ્લિમોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, તમે ડરો નહી અને આગળ વધો, ત્યાગનુ નામ હિન્દુ છે, ઈમાનનુ નમ મુસલમાન છે, પ્રેમનુ નામ ખ્રિસ્તી છે અને શિખોનુ નામ બલિદાન છે.આ આપણુ હિન્દુસ્તાન છે.જેની રક્ષા આપણે કરીશું.આપણી સાથે જે ટકરાશે તે ચૂર-ચૂર થઈ જશે.ડરવાની જરુર નથી.કારણકે કોઈ ગમે તેટલુ ખરાબ ઈચ્છે પણ મંજૂર તો ખુદાએ ધારેલુ જ થાય છે.જ્યારે સૂરજ ઉગે છે ત્યારે તેનો તાપ બહુ હોય છે પણ તે જલ્દી દુર થઈ જાય છે.

મમતાએ કહ્યુ હતુ કે, જેટલી ઝડપથી તેમણે ઈવીએમ પર કબ્જો કર્યો છે તેટલી જ ઝડપથી તેઓ જતા પણ રહેશે.



મમતાએ આપી ઈદની વધાઈ, મુસ્લિમોને કહ્યુ ડરવાની જરૂર નથી મમતાએ આપી ઈદની વધાઈ, મુસ્લિમોને કહ્યુ ડરવાની જરૂર નથી Reviewed by GK Exam Guruji on June 05, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.