ઈદના દિવસે મુસ્લિમ યુવાઓને મોદી સરકારે આપી આવી ગિફ્ટ

નવી દિલ્હી,તા. 5. જૂન 2019 બુધવાર

ઈદના દિવસે જ મોદી સરકારે મુસ્લિમ યુવાઓને મોટી ગિફ્ટ આપી છે.

અલ્પસંખ્યક વિભાગના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે યોજેલી બેઠક બાદ આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વિદ્યાર્થીઓને વડાપ્રધાન સ્કોલરશિપ આપવાનુ એલાન કર્યુ છે.જેમાં 50 ટકા સ્કોલરશિપ વિદ્યાર્થિનીઓને મળશે.

આ સ્કોલરશિપ મેળવવાની કાર્યવાહીને પણ સરળ અને પારદર્શી બનાવી દેવાઈ છે.નકવીએ કહ્યુ હતુ કે, વિશ્વાસના હાઈવે પર વિકાસની ગાડીને પૂરઝડપે દોડાવવાનુ લક્ષ્ય છે.એજ્યુકેશન, એમ્પાવરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ મળે તે જોવા માટે અમે મહેનત કરી રહ્યા છે.મુસ્લિમ યુવતીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા અભિયાન હાથ ધાશે.શિક્ષા અને રોજગાર સાથે જોડાયેલી યોજનાઓ મહત્તમ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરાશે.

તેમણે કહ્યુ હતુ કે, રોજગારી માટે પાંચ વર્ષમાં દેશભરમાં 100 જેટલી હુનર હાટ ભરવામાં આવશે.સ્વદેશી પ્રોડક્ટના ઓનલાઈન વેચાણ માટે વ્યવસ્થા કરાશે.25 લાખ યુવાઓને સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ આપવાનુ અમારુ લક્ષ્ય છે.



ઈદના દિવસે મુસ્લિમ યુવાઓને મોદી સરકારે આપી આવી ગિફ્ટ ઈદના દિવસે મુસ્લિમ યુવાઓને મોદી સરકારે આપી આવી ગિફ્ટ Reviewed by GK Exam Guruji on June 05, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.