INDvsSA: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 228 રનનો લક્ષ્ય

નવી દિલ્હી, તા. 05 જુન 2019, બુધવાર
ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી સાઉથ આફ્રિકાએ ભારતને 228 રનનો લક્ષ્ય આપ્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 227 રન કરી ભારતને જીત માટે 228 રનનો લક્ષ્ય આપ્યો. ભારતીય બોલરોની આક્રમક બોલિંગે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પર પ્રેશર બનાવી રાખ્યું, પરંતુ અંતમાં સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસની 42 રનોની ઇનિંગને કારણે સાઉથ આફ્રિકા 50 ઓવરમાં 9 વિકેટના નુંકસાન પર 227 રન બનાવ્યા.
સાઉથ આફ્રિકા તરફથી મેરિસ સિવાય કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 38, એડિલ ફેહુલક્વાયોએ 34, ડેવિડ મિલરે 31, રાસી વાન ડેર ડુસેને 22 રનનોનું યોગદાન આપ્યું જ્યારે ભારત તરફથી યુજવેંદ્ર ચહલે ચાર વિકેટ ઝડપી. તે સિવાય જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે બે-બે વિકેટ ઝડપી. જ્યારે કુલદીપ યાદવને એક વિકેટ મળી.
INDvsSA: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 228 રનનો લક્ષ્ય
Reviewed by GK Exam Guruji
on
June 05, 2019
Rating:
No comments: