J&K: નેશનલ કોન્ફરન્સના નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો


નવી દિલ્હી, તા. 02 જુન 2019, રવિવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નેશનલ કોન્ફરન્સના નેતાના ઘરે ગ્રેનેડ હુમલો કર્યો છે. આતંકીઓ પહેલા ગ્રેનેડથી હુમલો કર્યો બાદમાં ગોળીબાર કર્યો. આ ઘટના પુલવામાના મુર્રન વિસ્તારમાં બની છે. રિપોર્ટ પ્રમાણે આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેટ નેશનલ કોન્ફરન્સના નેતા ગુલામ મોઇદ્દીન મીરના ઘરની દિવાલ સાથે અથડાઇને બ્લાસ્ટ થઇ ગયો. ગ્રેનેડના કારણે થયેલા બ્લાસ્ટથી આજુ-બાજુના લોકોમાં ભયનો માહોલ છે. જો કે હુમલો નિષ્ફળ થવાને કારણે આતંકીઓએ ગોળી બાર શરૂ કરી દીધો હતો.

આ ઘટનામાં હજૂ સુધી કોઇ જાનહાનીના સમાચાર નથી. હુમલાની જાણકારી મળતી જ સુરક્ષાદળોની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહી છે. તેમજ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.


J&K: નેશનલ કોન્ફરન્સના નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો J&K: નેશનલ કોન્ફરન્સના નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો Reviewed by GK Exam Guruji on June 02, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.