ઇફ્તાર પાર્ટીમાં મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓની ગેરવર્તણૂંક પર ભારતનો વિરોધ, તપાસની માંગ કરી

ઇસ્લામાબાદ, તા. 02 જુન 2019, રવિવાર
પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશન દ્વારા આપવામાં આવેલી ઇફ્તાર પાર્ટીને એક પ્રકારે નહી થવા દેવાની ભારતે નિંદા કરી અને કહ્યું કે, તેણે સભ્ય વ્યવહારની તમામ બાબતોનું ઉલ્લંઘન કર્યું છે. ભારતે પાકિસ્તાન પાસે આ મામલે તપાસની માંગ કરવા કહ્યું છે. ભારતીય હાઇકમિશન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એક જુને ઘટેલી નિરાશાજનક ઘટનાની શ્રેણી ન માત્ર કુટનીતિક વ્યવહારની મૂળભુત વાતો પરંતુ સભ્ય વ્યવહારની તમામ બાબતોનું ઉલ્લંઘન છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજનાયિકો અને પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશનના અધિકારીઓને ધમકી અને દબાણ દ્વારા તેમને તેમને કુટનીતિક કામો નહી કરવા દેવું આપણા દ્વિપક્ષીય સંબંધો માટે પુરી રીતે વિપરીત અસર પાડનારું છે.
નોંધનીય છે કે, ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાએ શનિવારે અહીં હોટલ સેરેનામાં ઇફ્તાર પાર્ટી આપી હતી. પાકિસ્તાની સુરક્ષાકર્મીઓએ પાર્ટીમાં મહેમાનનો આવતા રોક્યા જેમાં મોટા ભાગના પાકિસ્તાની હતા. સુરક્ષાકર્મીઓએ ભારતીય ડિપ્લોમેટ્સ સાથે ગેરવર્તણૂંક કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પાર્ટીમાં આવતા લોકોને ધમકાવવા પર ભારતે પાકિસ્તાન સામે પોતાનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે.
ઇફ્તાર પાર્ટીમાં મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓની ગેરવર્તણૂંક પર ભારતનો વિરોધ, તપાસની માંગ કરી
Reviewed by GK Exam Guruji
on
June 02, 2019
Rating:
No comments: