ભાજપના ધારાસભ્ય થાવાણીને હાંકી કાઢી તેમની સામે પોલીસ કેસ કરાશે?

અમદાવાદ, તા. 3 જૂન 2019, સોમવાર

અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી તથા તેમના સમર્થકોએ પાણીના મુદ્દે રજૂઆત કરવા આવેલી એક મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઇને ગુજરાત સહિત દેશભરના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

નાગરિકો કહે છે કે અમે ધારાસભ્યોને સમાજની સેવા કરવા માટે મત આપીએ છીએ. મહિલાઓને કે લોકોને મારવા માટે નહીં. આવી ગુંડાગીરી કરનારા ધારાસભ્યને ભાજપે પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ તેનું સભ્યપદ રદ કરવું જોઈએ.

ઉપરાંત તેમની સામે પોલીસ કેસ પણ કરવો જોઈએ. મુખ્યમંત્રી તેમજ ભાજપ હાઇકમાન્ડ આ મુદ્દે શા માટે ચૂપ છે. તેવો પ્રશ્ન નાગરિકો ઉઠાવી રહ્યા છે. બીજીબાજુ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તો જાણે છે કે ભાજપના ધારાસભ્ય દ્વારા એક મહિલા પર જાહેરમાં હુમલો કરી માર મારવાની ઘટના શરમજનક છે. ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ ઘટનાને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ પણ માફી માગવી જોઇએ તેવી માગણી કોંગ્રેસે કરી છે.

બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા જાણે છે કે આ ઘટના ખૂબ જ નિંદનીય છે ભાજપ તેને વખોડી કાઢે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. ગઈકાલે રાત્રે જ આ વીડિયો જોયા બાદ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી એ ફોન કરીને બલરામ ને આ ઘટનાને મુદ્દે માફી માગવાની તાકીદ કરી હતી. તેમજ તેમને ઠપકો આપી ખુલાસો પણ પૂછ્યો છે ત્યારબાદ ધારાસભ્ય બલરામે એવો લુલો બચાવ કર્યો છે કે મારા પર હુમલો થયો હતો અને ગુસ્સો આવતા મારાથી આવું થઈ ગયું હતું. જો એ બેન મળશે તો હું તેમની માફી માગી લઈશ તેમને મારવા નો ન હતો.



ભાજપના ધારાસભ્ય થાવાણીને હાંકી કાઢી તેમની સામે પોલીસ કેસ કરાશે? ભાજપના ધારાસભ્ય થાવાણીને હાંકી કાઢી તેમની સામે પોલીસ કેસ કરાશે? Reviewed by GK Exam Guruji on June 02, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.