ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી તબાહી મચી: એકનું મોત, બે લાપતા

 
દેહરાદૂન, તા. 3 જૂન 2019, સોમવાર

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રવિવારે ઉત્તરાખંડના ચમોલી અને અલ્મોડામાં વાદળ ફાટવાથી એકનું મોત નીપજ્યું છે જ્યારે બે જણ લાપતા થયા. વરસાદના કારણે રામગંગા નદીમાં પૂર આવ્યુ છે. પૂરના કારણે કાટમાળ રોડ પર ધસી આવ્યો છે. જ્યારે ચમોલી જિલ્લાના લામબગડ ગામમાં વરસાદ બાદ નુકસાન થયુ છે. 


અલ્મોડા જિલ્લાના ચૌખુટિયાથી સાત કિલોમીટર દૂર આવેલા ખીડા વિસ્તારમાં વાદળ ફાટ્યુ. જેના કારણે રામસિંહ નામનો શખ્સ લાપતા થયો અને ભારે વરસાદના કારણે ત્રણ ગૌશાળા તણાઈ ગઈ.

મૃતક યુવાન વાદળ ફાટ્યુ ત્યારે ભેંસોને બાંધવા માટે ગૌશાળા ગયો હતો. મૃતક યુવાનની લાશ ઘટના સ્થળથી 300 મીટર દૂર કાટમાળ નીચે દબાયેલી મળી. પૂરના કારણે ત્રણ ગૌશાળા, 15 જેટલી બકરી અને ખચ્ચરો તણાઇ ગયા છે. પૂરના કારણે મોટા ભાગના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે.



ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી તબાહી મચી: એકનું મોત, બે લાપતા ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી તબાહી મચી: એકનું મોત, બે લાપતા Reviewed by GK Exam Guruji on June 02, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.