એરફોર્સનું AN-32 વિમાન લાપતા: 8 ક્રૂ મેમ્બર અને 5 મુસાફર હતા સવાર
ઈટાનગર, તા. 3 જૂન 2019 સોમવાર
વાયુસેનાનું AN-32 વિમાન અસમના જોરહાટથી અરૂણાચલ પ્રદેશ માટે ઉડાન ભર્યા બાદ લાપતા થઈ ગયુ છે. વિમાન જોરહાટથી 12.25 પર ઉડ્યુ હતુ, છેલ્લી વાર તેમનો બપોરે 1 વાગે સંપર્ક થયો હતો, જે બાદથી જ તેમની સાથે સંપર્ક થઈ રહ્યો નથી.
વાયુસેનાના સૂત્રો અનુસાર વિમાનમાં 8 ક્રૂ મેમ્બર અને 5 મુસાફર સવાર છે. વિમાન શોધવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિમાન સાથે જોડાયેલી કોઈપણ જાણકારી અત્યાર સુધી સામે આવી નથી.
2016માં ચેન્નઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલુ AN-32 વિમાન લાપતા થઈ ગયુ હતુ. જેમાં ભારતીય વાયુસેનાના 12 જવાન, 6 ક્રૂ-મેમ્બર, 1 નૌસૈનિક, 1 સેનાના જવાન અને એક જ પરીવારના 8 સભ્ય હાજર હતા. આની તપાસમાં 1 સબમરીન, 8 વિમાન અને 13 જહાજ લગાવ્યા હતા.
એરફોર્સનું AN-32 વિમાન લાપતા: 8 ક્રૂ મેમ્બર અને 5 મુસાફર હતા સવાર
Reviewed by GK Exam Guruji
on
June 03, 2019
Rating:
No comments: