હેકર્સે રિટાયર્ડ ચીફ જસ્ટિસ આરએમ લોઢા પાસેથી 1 લાખ ઠગ્યા

નવી દિલ્હી, તા. 3 જૂન 2019 સોમવાર

રિટાયર્ડ ચીફ જસ્ટિસ આરએમ લોઢા પાસેથી હેકર્સે એક લાખ રૂપિયાની ઠગાઈ કરી લીધી છે. હેકર્સે લોઢાના મિત્ર રિટાયર્ડ જસ્ટિસ બીપી સિંહની મેઈલ આઈડી હેક કરીને તેમને મેસેજ મોકલીને મેડીકલ ઈમરજન્સીના નામે મદદ માગી હતી.

લોઢીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ કે તે મેઈલ આઈડી દ્વારા તેમનો પોતાના મિત્ર સાથે સતત સંવાદ થતો હતો. એવામાં તેમણે તેમાં આપવામાં આવેલા બેન્ક એકાઉન્ટમાં બે વખતમાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.

પાછળથી જાણ થઈ કે તે એકાઉન્ટ હેકર્સના કબ્જામાં હતા. આ ઘટના એપ્રિલની છે. બાદમાં જ્યારે રિટાયર્ડ જસ્ટિસ સિંહે જણાવ્યુ કે તેમની આઈડી હેક થઈ હતી તો સમગ્ર મામલો સામે આવ્યો. માલવીય નગર પોલીસ તપાસ કરી રહી છે.

69 વર્ષીય લોઢા ભારતના 41મા ચીફ જસ્ટિસ રહ્યા. તેમણે ત્યારે રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ એપોઈન્ટમેન્ટ કર્યા હતા. અગાઉ તેઓ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. તેમણે રાજસ્થાન અને બૉમ્બે હાઈકોર્ટમાં પણ જજ તરીકે કામ કર્યુ છે.

આરએમ લોઢાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની કમિટીએ જ રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સને IPLમાંથી બે વર્ષ માટે બેન કર્યા હતા. બંને પર ફિક્સિંગના આરોપ લગાવ્યા હતા. તેમનું પૂરુ નામ રાજેન્દ્ર મલ લોઢા છે.



હેકર્સે રિટાયર્ડ ચીફ જસ્ટિસ આરએમ લોઢા પાસેથી 1 લાખ ઠગ્યા હેકર્સે રિટાયર્ડ ચીફ જસ્ટિસ આરએમ લોઢા પાસેથી 1 લાખ ઠગ્યા Reviewed by GK Exam Guruji on June 03, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.