હારની જવાબદારી માત્ર મારી નહીં, સૌની છે: નવજોત સિદ્ધૂ

નવી દિલ્હી, તા. 06 જુન 2019, ગુરુવાર
લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી લેવા મુદ્દે રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલા વિવાદ બાદ પંજાબ કોંગ્રેસમાં પણ આ મુદ્દે વિવાદ થયો છે. પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી માત્ર મારી નથી સૌની છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહની કેબિનેટ બેઠકમાં સામેલ નહી થવા પર સિદ્ધૂએ કહ્યું કે, તેઓ એકમાત્ર મંત્રી છે જેમના પર સરકારમાં કોઇ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.
મીડિયા સાથેની વાતચીતમાં નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે, મને બે સીટોની જવાબદારી સોંપવામાં આવી હતી અને બંન્ને સીટો પર કોંગ્રેસ જીતી છે. ભઠિંડા સીટ પર મળેલી હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ આ આરોપ ખોટા છે. ઘણાં કેબિનેટ મંત્રી મારું રાજીનામું ઇચ્છે છે, કેપ્ટન સાહેબ પણ હાર માટે મને જવાબદાર માને છે, જ્યારે આ સૌની જવાબદારી છે.
તેમણે કહ્યું, મારા વિભાગને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. કોઇ પાસે બાબતોને સાચા પરિપ્રેક્ષ્યમાં જોવાની ક્ષમતા હોવી જોઇએ. મારો ફાયદો ઉઠાવવો જોઇએ નહી. હું એક કલાકાર છું, હું પંજાબના લોકો પ્રત્યે જવાબદાર છું.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં પંજાબમા કોંગ્રેસને 13 માંથી 8 સીટો મળી ભાજપ-અકાલી દળના 4 અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળી તેના પર પંજાબ કોંગ્રેસમાં વિવાદ ઊભો થયો છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસને થયેલા નુંકસાન માટે કેપ્ટન અમરિંદર સિંહ સિદ્ધૂને જવાબદાર ઠેરવ્યા.
હારની જવાબદારી માત્ર મારી નહીં, સૌની છે: નવજોત સિદ્ધૂ
Reviewed by GK Exam Guruji
on
June 06, 2019
Rating:
No comments: