ભવિષ્યમાં પણ મોદી સરકારમાં સામેલ નહીં થઈએઃ જેડીયુ
પટના, તા.2 જૂન 2018, રવિવાર
લોકસભાની ચૂંટણીમાં બિહારમાં જેડીયુ અને ભાજપના ગઠબંધનને ભવ્ય જીત મળી હોવા છતા મોદી સરકારમાં મંત્રીપદને લઈને બંને પાર્ટીઓ વચ્ચે પડેલી તિરાડ વધારે પહોળી થઈ રહી છે.
માત્ર એક જ મંત્રીપદ મળતુ હોવાથી નારાજ જેડીયુએ મંત્રીમંડળમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. હવે જેડીયુના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યુ છે કે, ભવિષ્યમાં પણ જેડીયુ મોદી સરકારમાં સામેલ નહી થાય. હવે કેબિનેટમાં જોડાવાનો સમય જેડીયુ માટે પુરો થઈ ગયો છે.
બીજી તરફ બિહારમાં પણ રાજ્ય સરકારના વિસ્તરણમાં ભાજપના એક પણ સભ્યને સ્થાન મળ્યુ નથી. તેવામાં બિહારમાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે. જેડીયુ દ્વારા હવે બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગણી પણ તિવ્ર બનાવાઈ છે.
ત્યાગીએ કહ્યુ હતુ કે, કોમન સિવિલ કોડ અને કાશ્મીરમાં 35 એ કલમ હટાવવાના મુદ્દે પણ અમારુ વલણ સ્પષ્ટ છે. આ મુદ્દે અમે સમાજમા પહેલેથી જ વધારે મતભેદો છે તે વધારવા નથી માંગતા.બિહાર ચૂંટણી પહેલા હવે ભાજપ સાથે કોઈ સમાધાન નહી થાય અને અમે મોદી સરકારમાં સામેલ પણ નહી થઈએ
No comments: