તમને હિસ્સેદારી તો 1947માં જ આપી દીધી હતી, ઓવૈસીને ભાજપનો જવાબ

નવી દિલ્હી, તા.2 જૂન 2019, રવિવાર

મુસ્લિમો આ દેશમાં ભાડૂઆત નથી પણ બરાબરના હિસ્સેદાર છે તેવુ નિવેદન આપનાર ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ વિવાદ સર્જયો છે ત્યારે ભાજપે તેમની જ ભાષામાં તેમને જવાબ આપ્યો છે.

ભાજપના મહારાષ્ટ્રના પ્રવક્તા માધવ ભંડારીએ આ નિવેદનના જવાબમાં કહ્યુ છે કે, ઓવૈસીએ સમજી વિચારીને બોલવુ જોઈએ. તેમને કોઈએ ભાડૂઆત કહ્યા નથી પણ જો તે હિસ્સેદારીની વાત કરતા હોય તો જાણી લેકે હિસ્સેદારી તો 1947માં જ આપી દીધી હતી. એ મામલો ત્યારે જ પૂરો થઈ ગયો હતો.

આ પહેલા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે, કેટલાક લોકો પોતાની રોજી રોટી સાચવવા માટે આવા નિવેદન આપે છે. જેનાથી કોઈને ફાયદો થતો નથી. મોદીજી પર 130 કરોડ લોકોને ભરોસો છે.



તમને હિસ્સેદારી તો 1947માં જ આપી દીધી હતી, ઓવૈસીને ભાજપનો જવાબ તમને હિસ્સેદારી તો 1947માં જ આપી દીધી હતી, ઓવૈસીને ભાજપનો જવાબ Reviewed by GK Exam Guruji on June 02, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.