ટેરર ફંડિંગ કેસમાં મશરત સહિત 3 અલગાવવાદી નેતાઓની NIA પુછપરછ કરશે

નવી દિલ્હી, તા. 04 જુન 2019, મંગળવાર
ટેરર ફંડિંગ કેસમાં NIAને અલગાવવાદી નેતા મશરત આલમ, શબ્બીર શાહ અને દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ અસિયા અંદ્રાબીની પુછપરછ કરવાની મંજુરી મળી ગઇ છે. હવે આ ત્રણેય અલગાવવાદી નેતાઓની NIA 10 દિવસ સુધી પુછપરછ કરશે. NIAએ ત્રણેયને એકસાથે બેસાડીને પુછપરછ કરવાની મંજુરી માંગી હતી.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મશરત આલમ, શબ્બીર શાહ અને આસિયા અંદ્રાબીને હાજર કરવામાં આવ્યા. NIA ત્રણેય આરોપીને એકસાથે બેસાડીને પુછપરછ કરવા માંગે છે. તેની માટે NIAએ ત્રણેય આરોપીને 15 દિવસની રિમાંડની પણ અપીલ કરી. NIAના વકિલે કોર્ટમાં જણાવ્યું કે, મશરત આલમ ઘાટીમાં સગીર બાળકોને પથ્થરબાજીની ટ્રેનિંગ આપતો હતો. મશરતની જેમ આસિયા અંદ્રાબી સગીર બાળકીઓને સુરક્ષાદળો પર પથ્થરબાજી કરવાની ટ્રેનિંગ આપતી હતી અને શબ્બીર આ બંન્નેને પૈસા પહોંચાડતો હતો.
મશરત આલમના વકિલે કહ્યું કે, અમારા અસીલની ઈદ બાદ પુછપરછ કરવામાં આવે. તેને ઈદ મનાવવાની રજા અપવામાં આવે. જે દલીલને કોર્ટે ફગાવી ત્રણેયને 10 દિવસ માટે NIAની રિમાંન્ડમાં મોકલ્યા છે.
ટેરર ફંડિંગ કેસમાં મશરત સહિત 3 અલગાવવાદી નેતાઓની NIA પુછપરછ કરશે
Reviewed by GK Exam Guruji
on
June 04, 2019
Rating:
No comments: