આટલુ કામ કરશો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારી સાથે બેસીને ચા પીશે
નવી દિલ્હી, તા. 4 જૂન 2019, મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તમને ચા પીવાની ઈચ્છા છે? આ મોકો તેમને મળી શકે છે પણ એ માટે એક શરત પૂરી કરી પડશે.
આ વાંચીને તમને આશ્ચર્ય થશે પણ આ હકીકત છે. સૌથી વધુ ટેક્સ ચૂકવનારને નરેન્દ્ર મોદી સાથે ચા પીવાનો મોકો સરકાર આપવા જઈ રહી છે. લોકોને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહન આપવા સરકાર આવી યોજના લાગુ કરવા માંગે છે.
પીએમ મોદીની સાથે સાથે નાણા મંત્રી નિર્મલા સિતારમન સાથે પણ સૌથી વધુ ટેક્સ ચૂકવનારને ચા પીવાની તક મળશે.
જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સરકાર આ અંગેની જાહેરાત કરે તેવી શકયતા છે. સરકારનુ લક્ષ્યાંક વધારેને વધારે ટેક્સ કલેક્શનનુ છે. અત્યાર સુધી વધારે ટેક્સ પે કરનારને સરકાર તરફથી પ્રશંસાપત્ર મળે છે પણ પીએમ સાથે કરદાતાઓને ચા પીવા મળે તેવી યોજના એકદમ નવી છે.
સરકાર જે કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવા માંગે છે તે માટે વધારેને વધારે રકમની જરુર પડવાની છે. આથી લોકો વધારેને વધારે ટેક્સ ભરે તેવા પ્રયાસો સરકાર કરશે.
જણાવી દઈએ કે 2018-19 દરમિયાન ઓનલાઈન ટેક્સ ભરનારોની સંખ્યામાં 6.6 લાખનો ઘટાડો થયો હતો.
No comments: