15 જુને મળશે નીતિ આયોગની ગવર્નીંગ કાઉન્સિલની બેઠક

નવી દિલ્હી, તા. 04 જુન 2019, મંગળવાર
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક 15 જુને મળવાની છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં જળ વ્યવસ્થાપન, ખેતી અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેમાં તમામ મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટિનેંટ ગવર્નર, કેન્દ્રીય મંત્રી અને સિનિયર સરકારી અધિતારી સામે છે. નવી સરકારની આ ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક છે.
નીતિ આયોગે બેઠકમાં ભાગ લેવા માટે દરેક મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખોને નિંમંત્રણ મોકલ્યું છે. ગવર્નિંગ કાઉન્સિલ મહત્વપૂર્ણ મુદ્દાઓ જેવાં કે, જળ વ્યવસ્થાપન, કૃષિ અને પછાત જિલ્લા વિકાસ કાર્યક્રમ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરી શકે છે. આ સિવાય નક્સલ અસરગ્રસ્ત રાજ્યોના જિલ્લામાં સુરક્ષા મુદ્દે પણ વિચારણા કરશે.
15 જુને મળશે નીતિ આયોગની ગવર્નીંગ કાઉન્સિલની બેઠક
Reviewed by GK Exam Guruji
on
June 04, 2019
Rating:
No comments: