આગામી 24 કલાકમાં વિધિવત્ રીતે કેરળ પહોંચશે ચોમસું

નવી દિલ્હી, તા. 07 જુન 2019, શુક્રવાર
દેશમાં પડી રહેલી આકરી ગરમીમાં હવે રાહત મળશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 24 કલાકમાં ચોમાસુ વિધિવત રીતે કેરળ પહોંચવાનું છે. આ સાથે દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે નાગાલેન્ડ, છત્તીસગઢ, મિજોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં 72 કલાકમાં વરસાદ પડવાનો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 14-15 તારીખ સુધીમાં મહારાષ્ટ્રમાં અને 20-22 જુન સુધીમાં દેશના અન્ય રાજ્યમાં ચોમાસું પહોંચશે. અલનીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ચોમાનું નબળું રહેશે. અમને આશા છે કે, ચોમાસાનો વરસાદ લગભગ 93% રહેશે. જે સરેરાશથી ઓછો છે.
હવામાન વિભાગે શુક્રવારે જાહેરાત કરી છે કે, આજે ઉત્તરપૂર્વીય રાજ્ય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગંગા કિનારાવાળા પશ્ચિમ બંગાળ, કર્ણાટકના અંતરિયાળ ક્ષેત્રમાં, અસમ, મેઘાલયમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે.
આગામી 24 કલાકમાં વિધિવત્ રીતે કેરળ પહોંચશે ચોમસું
Reviewed by GK Exam Guruji
on
June 07, 2019
Rating:
No comments: