શું છે 'બલિદાન બેજ', સેનામાં માત્ર પેરા કમાન્ડો જ ધારણ કરી શકે છે આ સિમ્બોલ

નવી દિલ્હી, તા.7 જૂન 2019, શુક્રવાર

ભારતીય ટીમના વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ગ્લોવ્ઝ પર પ્રિન્ટ કરેલા 'બલિદાન બેજ' ના સિમ્બોલ બાદ 'બલિદાન બેજ' રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયો છે.

લોકો જાણવા માંગે છે કે, શું છે 'બલિદાન બેજ'

આ સિમ્બોલ ભારતના સ્પેશ્યલ ફોર્સિસ એટલે કે પેરા કમાન્ડોની ઓળખ છે. જેમાં બે પાંખોની વચ્ચે એક કટાર જોવા મળે છે અને તેની નીચે લખેલુ છે 'બલિદાન' ..'બલિદાન' શબ્દ પેરા કમાન્ડો જીવને જોખમમાં રાખીને દેશના દુશ્મનો પર ત્રાટકે છે તે વાતનો સૂચક છે.

એ પણ જણાવી દઈએ કે આગ્રામાં કમાન્ડો બનવા માટેની તાલીમ અપાય છે અને આ તાલીમ સફળતાપૂર્વક પૂરી કરનાર જવાનોના બંને ખભા પર 'બલિદાન બેજ' લગાવવામાં આવે છે. આખી સેનામાં આ કમાન્ડો સિવાય કોઈને આ બેજ લગાવવાની પરવાનગી નથી. આ જ રીતે દુનિયાની બીજી સ્પેશ્યલ ફોર્સિસના કમાન્ડોની જેમ ભારતના પેરા કમાન્ડો પણ માથા પર મરુણ રંગની ટોપી પહેરે છે. આ ટોપી પર પણ બલિદાન બેજ હોય છે. કમાન્ડો પોતાના યુનિફોર્મ પર નેમ પ્લેટની નીચે પણ 'બલિદાન બેજ' લગાવે છે.

માહીને આ બેજ ધારણ કરવાની પરવાનગી એટલા માટે મળેલી છે કે, ધોનીએ બેઝિક પેરા કમાન્ડો ટ્રેનિંગ લીધી છે. ધોનીને માનદ રીતે સ્પેશ્યલ ફોર્સિસમાં સામેલ કરાયો છે. આ ટ્રેનિંગ લીધા બાદ તેને 'બલિદાન બેજ' પહેરાવાયો હતો.

ભારતની સ્પેશ્યલ ફોર્સીસના પહેલા યુનિટની સ્થાપના 1941માં થઈ હતી. તે વખતે તેને 50મી પેરાશૂટ બ્રિગેડ તરીકે ઓળખવામાં આવતી હતી.

સ્પેશ્યલ ફોર્સીસના કમાન્ડો 71ના પાક યુધ્ધ, 1984ના ઓપરેશન બ્લુ સ્ટાર, શ્રીલંકામાં એલટીટીઈ સામેના જંગ, 1999માં કારગિલ વોરમાં રોલ અદા કરી ચુક્યા છે. 2016માં પાક સામે સર્જિકલ સ્ટ્રાઈક પણ આ જ કમાન્ડોએ કરી હતી.

આ સિવાય નોર્થ ઈસ્ટમાં પણ પેરા કમાન્ડો સર્જિકલ સ્ટ્રાઈક વડે આતંકવાદીઓનો સફાયો બોલાવી ચુક્યા છે. કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં સ્પેશ્યલ ફોર્સીસના કમાન્ડોને જરૂર પડે ત્યારે આતંકવાદીઓનો સફાયો કરવા માટે મેદાનમાં ઉતારાય છે.



શું છે 'બલિદાન બેજ', સેનામાં માત્ર પેરા કમાન્ડો જ ધારણ કરી શકે છે આ સિમ્બોલ શું છે 'બલિદાન બેજ', સેનામાં માત્ર પેરા કમાન્ડો જ ધારણ કરી શકે છે આ સિમ્બોલ Reviewed by GK Exam Guruji on June 07, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.