કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગે છે આ પૂર્વ મંત્રી, રાહુલ ગાંધીને લખ્ય પત્ર

નવી દિલ્હી, તા. 07 જુન 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવા માંગે છે ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હોકી ઓલમ્પિયન અસલમ શેર ખાને કહ્યું કે, તેઓ 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષનો પદભાર સંભાળવા માટે તૈયાર છે. તેમણે આ વિશે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં લખ્યું કે, રાહુલ ગાંધી એક ફાઇટર છે પરંતુ હાલ તેમણે પાર્ટી અધ્યક્ષના પદથી હટવાનો નિર્ણય કર્યો છે અને દરેક કોંગ્રેસીઓએ તેનું સમ્માન કરવું જોઇએ. રાજકિય રિવેટને બદલવાની જરૂર છે. આ માત્ર મારી વાત નથી, પરંતુ જે કોઇ પણ પાર્ટી ચલાવવા માંગે છે, તેને તક આપવી જોઇએ.
તેમણે પત્રમાં લખ્યું કે, હું પાર્ટીને મારી સેવા આપવા માંગું છું અને બે વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માટે તૈયાર છું. આંતરરાષ્ટ્રીય ખેલાડી અને રાજનેતાના અનુભવના આધારે તેમણે આ રજૂઆત કરી છે. નોંધનીય છે કે, અસલમ શેર ખાન તે ભારતીય હોકી ટીમનો હિસ્સો હતા, જેણે 1975માં મલેશિયાના કુઆલાલંપુરમાં હોકી વિશ્વકપ જીત્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગે છે આ પૂર્વ મંત્રી, રાહુલ ગાંધીને લખ્ય પત્ર
Reviewed by GK Exam Guruji
on
June 07, 2019
Rating:
No comments: