PM મોદી આજે વારાણસીમાં: કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી

વારાણસી, તા. 27 મે 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે પહોંચ્યાં છે. વારાણસી પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી છે.

વડાપ્રધાન સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મોજૂદ છે. પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજશે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ શનિવારે ગુજરાત આવીને પોતાની માતાના આશીર્વાદ લીધા હતાં. હવે તેઓ આજે બાબા વિશ્વનાથના આશીર્વાદ લઇને 30 મેના દિવસે બીજી વખત વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે.



PM મોદી આજે વારાણસીમાં: કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી PM મોદી આજે વારાણસીમાં: કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી Reviewed by GK Exam Guruji on May 26, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.