કાશીના લોકો નસીબદાર છે કે PM મોદી અહીંયાના સાંસદ છેઃ અમિત શાહ
વારાણસી, તા. 27 મે 2019, સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે.
સવારે કાશી પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ વિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી. ત્યારબાદ લોકોને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે ચૂંટણી પહેલાં લોકો મહાગઠબંધન બનાવીને ભાજપને રોકવામાં લાગ્યાં હતાં પરંતુ ભાજપે મહાવિજય પ્રાપ્ત કર્યો.
દીનદયાલ હસ્તકલા સંકુલમાં ભાજપના કાર્યકરોને સંબોધતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વારાણસીના લોકો ભાગ્યશાળી છે કે વડાપ્રધાન મોદી અહીંયાના જનપ્રતિનિધિ છે. તેમનું લક્ષ્ય કાશીનો વિકાસ કરવાનું છે.
કાશીના લોકો નસીબદાર છે કે PM મોદી અહીંયાના સાંસદ છેઃ અમિત શાહ
Reviewed by GK Exam Guruji
on
May 27, 2019
Rating:
No comments: