નરેન્દ્ર મોદી PMના શપથ લેતા પહેલા ગુજરાત આવી માતા હીરા બાના આશિર્વાદ લશે


અમદાવાદ, તા. 24 મે 2019, શુક્રવાર

લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહૂમતિ અપાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. જો કે શપથવિધી પહેલાં વડાપ્રધાન 28મી મેના રોજ પોતાના મતવિસ્તાર ઉત્તરપ્રદેશના વારાણસી જશે ત્યાં તેઓ જાહેરસભા સંબોધશે જેમાં મતદારોનો આભાર માનશે ત્યારબાદ બીજા દિવસે એટલે કે 29મી મેના રોજ વડાપ્રધાન એક દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. શપથવિધી પહેલા તેઓ ગાંધીનગર નજીક રહેતા માતા હીરા બાને મળવા જશે. વડાપ્રધાન માતાને પગે લાગી તેમના આશિર્વાદ લેશે. માતાની સાથે થોડો વખત રહ્યાં બાદ તેઓ રાજભવનમા થોડો સમય રોકાય તેવી શક્યતાઓ છે.

સુત્રો જણાવે છે કે, વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ટોચના નેતાઓ સાથે મિટિંગ કરી શકે છે. ભૂતકાળમાં સરકાર અને સંગઠન વચ્ચે જે સંકલનનો અભાવ રહ્યો હતો. તેનું હવે ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે ધ્યાન રાખવાની વાત કહેશે. તેમજ ગુજરાતના નાગરિકો માટેના સૌની યોજના, કલ્પસર યોજના, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જેવા મહાકાય પ્રોજેક્ટોની કામગીરી ખુબ જ ઝડપથી થાય તેની સુચના આપશે.

વડાપ્રધાન 29મીએ સાંજે જ પરત નવી દિલ્હી જતાં રહેશે. 30મી મેના રોજ સાંજે 5 વાગ્યે નવી દિલ્હીમાં તેમનો શપથ સમારંભ યોજાશે. જેમાં દેશભરના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, રાજ્યપાલો, ભાજપના નાના-મોટા નેતાઓ, આગેવાનો અને કોર્પોરેટ જગતના માંધાતાઓ તેમજ ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો જેવી સેલિબ્રિટીને પણ શપથ સમારોહમાં હાજર રહેવા માટેનું આમંત્રણ અપાશે.

વિદેશથી પણ કેટલાક વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓના CEOને આમંત્રણ અપાશે.

આવતીકાલે ભાજપના તથા NDAના ચૂંટાયેલા તમામ સાંસદોને દિલ્હી બોલાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ સાંસદો સાથે બેઠક કરશે. ત્યાર બાદ સાંસદો સત્તાવાર રીતે લોકસભાના પોતાના નેતાની પસંદગી કરશે. એટલે કે તમામ સાંસદો સર્વસંમત્તીથી ગૃહના નેતા પદે નરેન્દ્ર મોદીના નામનો ઠરાવ કરશે. જેની જાણ રાષ્ટ્રપતિને કરાશે. ત્યારબાદ 30મીએ સાંજે 5 વાગ્યે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે.

નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન બનશે કે જેઓ બિન કોંગ્રેસી હોવા છતા સતત બીજી વખત વડાપ્રધાન પદની જવાબદારી સંભાળતા હોય. 


નરેન્દ્ર મોદી PMના શપથ લેતા પહેલા ગુજરાત આવી માતા હીરા બાના આશિર્વાદ લશે નરેન્દ્ર મોદી PMના શપથ લેતા પહેલા ગુજરાત આવી માતા હીરા બાના આશિર્વાદ લશે Reviewed by GK Exam Guruji on May 24, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.