ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

નવી દિલ્હી, તા. 24 મે 2019, શુક્રવાર

લોકસભાની ચૂંટણીના પરિણામોને પગલે કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળે છે, પરંતુ ભાજપ અને એનડીએમાં તો ખુશી જ ખુશી છે. ભાજપે એકલા હાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. આમ છતાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કોઈ ઉત્સાહ નથી.

ભાજપના આ દિગ્ગજ નેતા સંઘના મોહન ભાગવતની નજીકના ગણાય છે. નાગપુરમાં આ બન્ને નેતાઓ એકબીજાના પાડોશી છે. 2014ની ચૂંટણીમાં જીત્યા બાદ તેઓને કેબિનેટ મંત્રી પદ અપાયું હતું. નીતિન ગડકરી શા માટે ખુશ નથી? તેના કારણો જોઈએ તો એવા છે કે નીતિન ગડકરીની ઇચ્છા વડાપ્રધાન બનવાની છે.

2019ની ચૂંટણીમાં ભાજપને એકલે હાથે સ્પષ્ટ બહુમતી નહીં મળે એવી સ્થિતિ દેખાતી હતી. એનડીએને પણ 240 જેટલી બેઠકો મળવાની આશા હતી. આવી સ્થિતિમાં સરકાર રચવા માટે અન્ય નાના પક્ષોનો ટેકો લેવાની જરૂર પડે પરંતુ જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા હોય તો તેવી સ્થિતિમાં અન્ય પક્ષો કે એનડીએના કેટલાક પક્ષો પણ ટેકો આપત નહીં કારણ કે મોદી અને અમિત શાહને કોઇ પસંદ કરતું નથી.

આવી સ્થિતિમાં અન્ય પક્ષોને પણ નીતિન ગડકરી પસંદ કરવાના હતા કારણકે ગડકરી બધાને સાથે લઈને ચાલે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા હોવાથી સંગઠનનો પણ તેમની પાસે બહોળો અનુભવ છે. સંઘના આશીર્વાદ પણ છે. જો ભાજપ અને એનડીએને ઓછી બેઠકો મળી હોત તો નીતિન ગડકરી વડાપ્રધાનની ખુરશી પર બેસવાના હતા પરંતુ મોદીએ એકલા હાથે ભવ્ય વિજય મેળવતા નીતિન ગડકરીની આશા પર પાણી ફરી વળ્યું છે.

મોદી અને અમિત શાહને નીચા દેખાડવા માટે ચૂંટણી પહેલા સંઘના ઇશારે ગડકરીએ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો પણ આપ્યા હતા, પરંતુ હવે મોદી શાહની જોડીએ ભારતમાં નવો ઇતિહાસ રચી દેતા ગડકરીના હાથ હેઠા પડ્યા છે. ગઈ કાલે દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે વિજયની ઉજવણી થઈ હતી અને મોદી તથા શાહ બંન્ને આવ્યા હતા ત્યારે સ્ટેજ પર રાજનાથ સિંહ સહિતના કેટલાક મોટા નેતાઓ હાજર હતા પરંતુ નીતિન ગડકરી ક્યાંય દેખાતા નહોતા. હવે નરેન્દ્ર મોદી ગડકરીને કેબિનેટમાં લે છે કે કેમ અને જો મંત્રી બનાવશે તો કયું ખાતું અપાશે તેના પર સૌની નજર મંડાઇ છે.




ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ? ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ? Reviewed by GK Exam Guruji on May 24, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.