જીત બાદ PM મોદી અને અમિત શાહે અડવાણી સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, તા. 24 મે 2019 શુક્રવાર

સમગ્ર દેશમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોદી અને શાહ મુરલી મનોહર જોશીને મળ્યા હતા. 

જોશીએ પીએમ મોદીનું હસતા-હસતા સ્વાગત કર્યું અને તેમના આશીર્વાદ પણ લીધા. અડવાણી સાથે મુલાકાત બાદ મોદીએ ટ્વિટર પર લખ્યું અડવાણીજીની સાથે મુલાકાત કરી. ભાજપને આટલી મોટી સફળતા એટલા માટે મળી કારણ કે અડવાણીજી જેવા મહાન નેતાઓએ પાર્ટીને ઉભી કરીને દાયકાઓ સુધી કામ કર્યું અને લોકોને વૈચારિક રીતે એક મજબૂત દ્રષ્ટિકોણ આપ્યો.

ગુરૂવારે ભાજપ અને તેમના સહયોગીઓની બમ્પર જીત પર ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પીએમ મોદી અને અમિત શાહને જીત પર શુભેચ્છા પાઠવી હતી.



જીત બાદ PM મોદી અને અમિત શાહે અડવાણી સાથે મુલાકાત કરી જીત બાદ PM મોદી અને અમિત શાહે અડવાણી સાથે મુલાકાત કરી Reviewed by GK Exam Guruji on May 23, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.