જો જીતા વો સિકંદર : ભારતમાં મોદી સામ્રાજય


મોદીના વિરોધીઓનો સફાયો  વિરોધપક્ષની બોલતી બંધ

એનડીએને 352, યુપીએને 86 અને અન્ય પક્ષોને 104 બેઠક

દેશભરમાં ભાજપ કાર્યાલયો, દિલ્હી હેડક્વાર્ટર પર ભવ્ય ઉજવણી

હિંદી હાર્ટલેન્ડ ગણાતા રાજ્યો ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ મોદી લહેર છવાઇ

ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન કામ ન આવ્યું, ભાજપ 60 બેઠકોને પાર

નવી દિલ્હી, તા.23 મે, 2019, ગુરૂવાર

લોકસભાની ચૂંટણીના પરીણામો આખરે જાહેર થઇ ગયા છે અને નરેન્દ્ર મોદીનો જાદુ ફરી ચાલી ગયો છે, કેન્દ્રમાં ફરી એનડીએની સરકાર બનવા જઇ રહી છે. ભાજપે એકલા હાથે ગત લોકસભા કરતા પણ વધુ બેઠકો મેળવી લીધી છે.

ભાજપના નેતાઓએ આ જીતનો શ્રેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપ્યો છે. મોદી અને ભાજપના અન્ય નેતાઓએ ચૂંટણી પ્રચારમાં આતંકવાદ, દેશની સુરક્ષા, બાલાકોટ એરસ્ટ્રાઇક, હિંદુત્વ, કોંગ્રેસનો પરિવારવાદ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા જે મતદારોને સ્પર્શી ગયા અને ફરી મોદીને આ દેશની કમાન સોપી છે. 

૨૦૧૪માં ભાજપે અબ કી બાર મોદી સરકાર સુત્ર આપ્યું હતું, આ વખતે મોદીએ અબ કી બાર ૩૦૦ પાર, ફીર એક બાર મોદી સરકાર સુત્ર આપ્યું જેને તેમણે સાકાર પણ કરી બતાવ્યું. મોદી વારાણસીથી જ્યારે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી જીતી ગયા, મોદીને તેમના પ્રતિદ્વંદીઓ કરતા ૪.૩ લાખથી વધુ મત મળ્યા જ્યારે અમિત શાહને ૫.૫ લાખથી પણ વધુની લીડ સાથે જીત મળી.

ભાજપની ફરી સત્તામાં વાપસી થતા જ પક્ષના દિલ્હી સ્થિત હેડક્વાર્ટર તેમજ દેશભરમાં ભાજપ કાર્યાલયો અને ઓફિસ પર ઉજવણીનો માહોલ હતો. મોદી અને અમિત શાહે દિલ્હીમા ભાજપ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. સાથે મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ભાજપ માત્ર ગુજરાત અને હિંદી હાર્ટલેન્ડ ગણાતા રાજ્યો જ નહીં દક્ષિણ ભારતમાં પણ જીત મેળવવામાં સફળ રહી છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણામાં મોદી લહેર કામ કરી ગઇ હતી. જોકે કેરળ, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં તેની અસર નહીવત છે.

કોંગ્રેસ શાસીત રાજ્યો જેમ કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ ભાજપની બેઠકો કોંગ્રેસ કરતા અનેકગણી વધુ છે. બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હીમાં ભાજપે સૌથી વધુ બેઠકો મેળવી કેટલાક રાજ્યોમાં અગાઉનો ૨૦૧૪નો ક્લીન સ્વીપનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. 

ચૂંટણી પરીણામોના ટ્રેન્ડના આંકડા પર નજર કરીએ તો એનડીએને પ્રચંડ બહુમત સાથે ૩૫૨ બેઠકો મળી રહી છે, કોંગ્રેસ માત્ર ૮૬ બેઠકો પર આગળ છે જ્યારે અન્ય પક્ષોને ૧૦૪ બેઠક પર જીત મળી રહી છેે. ભાજપ એકલા હાથે ૩૦૦ બેઠક મેળવવા જઇ રહી છે, જ્યારે ૨૦૧૪માં તેને ૨૮૨ બેઠક મળી હતી. એટલે કે ગત ચૂંટણી કરતા પણ આ વખતે ન માત્ર ભાજપનો વોટશેર વધ્યો છે સાથે બેઠકોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

પશ્ચિમ બંગાળ સૌથી વધુ ચર્ચામાં રહ્યું, અહીં ભાજપને ૨૦૧૪માં માત્ર બે બેઠક હતી જેમાં મોટા ઉછાળા સાથે આ વખતે ૧૫થી વધુ બેઠકો પર જીત મેળવવા જઇ રહી છે. જ્યારે ટીએમસીના ખાતે ૨૨ જેટલી બેઠકો આવી રહી છે. દેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનનો જોદુ દાવા મુજબ ન ચાલ્યો, અહીં ભાજપ ૬૦થી વધુ બેઠકો પર આગળે છે જ્યારે સપા-બસપા બન્નેને માત્ર ૧૮ અને કોંગ્રેસને એક જ બેઠક મળી રહી છે.



જો જીતા વો સિકંદર : ભારતમાં મોદી સામ્રાજય જો જીતા વો સિકંદર : ભારતમાં મોદી સામ્રાજય Reviewed by GK Exam Guruji on May 23, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.