NDAના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી થઇ


નવી દિલ્હી, તા. 25 મે 2019, શનિવાર

NDAના ચૂંટાયેલા સાંસદોની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે ભાજપના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમના નામનો પ્રસ્તાવ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુક્યો અને આ પ્રસ્તાવનું રાજનાથ સિંહ અને નીતીન ગડકરીએ સમર્થન કર્યું.

જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમના નામનો પ્રસ્તાવ અકાલી દળના અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલે મુક્યો અને તેનું સમર્થન JDU અધ્યક્ષ નીતીશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, LJP પ્રમુખ રામવિલાસ પાસવાન, તમિલનાડૂના મુખ્યમંત્રી પલાનીસ્વામી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફરિયો રિયો, મેઘાયલના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાંએ કર્યું.

સંસદની અંદર ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીએ નરેન્દ્ર મોદીને પુષ્પગુચ્છ આપી સમ્માનિત કર્યા. નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં અડવાણી અને મુરલી મનોહર જોષીને પગે લાગી આશિર્વાદ લીધાં.


NDAના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી થઇ NDAના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી થઇ Reviewed by GK Exam Guruji on May 25, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.