NDAએ રાષ્ટ્રપતિને સરકાર રચવાનો દાવો રજુ કર્યો, 30મીએ યોજાઇ શકે છે શપથ વિધી


નવી દિલ્હી, તા. 25 મે 2019, શનિવાર

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને NDAને પૂર્ણ બહૂમતિ મળી ચકી છે અને વડાપ્રધાન મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં NDAનું પ્રતિનિધી મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું. આ પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને પત્ર દ્વારા નરેન્દ્ર મોદી ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે તેની જાણ કરી NDAના ઘટક પક્ષોના સમર્થનના પત્રો રાષ્ટ્રપતિને સોંપ્યા છે.

NDAએ સરકાર રચવાનો દાવો રજૂ કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સમર્થન પત્ર આપ્યા છે અને મળતી જાણકારી પ્રમાણે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદી 30મેના રોજ વડાપ્રધાન તરીકેના શપથ લેશે.

શપથવિધી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને ગાંધીનગર નજીક રહેતા તેમના માતા હીરાબાના આશિર્વાદ લેશે. તેમજ આવતીકાલે વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે ખાનપુરમાં સભાને પણ સંબોધિત કરશે.


NDAએ રાષ્ટ્રપતિને સરકાર રચવાનો દાવો રજુ કર્યો, 30મીએ યોજાઇ શકે છે શપથ વિધી NDAએ રાષ્ટ્રપતિને સરકાર રચવાનો દાવો રજુ કર્યો, 30મીએ યોજાઇ શકે છે શપથ વિધી Reviewed by GK Exam Guruji on May 25, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.