તક્ષશીલા કોમ્પ્લેક્ષ દુર્ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્યુશન ક્લાસના સંચાલકની ધરપકડ કરી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 મે 2019 શનિવાર

સુરતની તક્ષશિલા કોમ્પલેક્ષ દુર્ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગત રોજ કોમ્પલેક્ષ બાંધનાર બે બિલ્ડર અને ટ્યૂશન કલાસના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ મોડી રાત્રે ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી છૂટેલા બંને બિલ્ડર હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાઘડાળની શોધખોળ શરૂ કરી છે. 

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર સતીષકુમાર શર્માએ જણાવ્યું હતું કે હાલ પોલીસ આગનું ચોક્કસ કારણ જાણવા સ્થળ ઉપર તપાસ કરી રહી છે અને તેમાં એફ.એસ.એલ.ના નિષ્ણાંતો, મહાનગરપાલિકાના અધિકારીઓ, વીજ કંપનીના અધિકારીઓ પણ જોડાયા છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તપાસમાં જે કોઈ જવાબદાર હશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.



તક્ષશીલા કોમ્પ્લેક્ષ દુર્ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્યુશન ક્લાસના સંચાલકની ધરપકડ કરી તક્ષશીલા કોમ્પ્લેક્ષ દુર્ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્યુશન ક્લાસના સંચાલકની ધરપકડ કરી Reviewed by GK Exam Guruji on May 24, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.