ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ

અમદાવાદ, તા. 25 મે 2019 શનિવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. 

ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. શનિવારે 25મી મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યા. સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવાયા. 

અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં બપોરે 12થી સાંજના પાંચ દરમિયાન વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રોનું વિતરણ થશે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં બપોરે 3થી સાંજના 6 સુધી વિતરણ થશે.

આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.33 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. ગત વર્ષ કરતા 30થી 40 હજાર વિદ્યાર્થીઓ વધ્યા છે. 



ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ Reviewed by GK Exam Guruji on May 24, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.