ભારતના ઇતિહાસમાં સતત બીજી વખત બિનકોંગ્રેસની સરકાર બનશે

અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર
લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે 292 બેઠક મેળવીને ભાજપ NDAનો સાથ લઇ કુલ 337 બેઠક સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવશે. દેશના ઇતિહાસમાં ભુતકાળમાં ક્યારેય સતત બે ટર્મ સુધી ક્યારેય બિનકોંગ્રેસની સરકાર બની નથી પરંતુ મોદીએ નવો ઇતિહાસ રચી દીધો છે. 2014માં પ્રથમ વખત સંપૂર્ણ બહૂમત સાથે પ્રથમ વખત કેન્દ્રમાં ભાજપે બિનકોંગ્રેસની સરકાર બનાવી હતી. હવે ફરીથી ભાજપ-NDA કેન્દ્રમાં સતત બીજી વખત દેશમાં બિનકોંગ્રેસી સરકાર બનાવશે.
2014ની ચૂંટણીમાં 44 બેઠક સાથે કોંગ્રેસ સમેટાય ગઇ હતી. આ વખતે કોંગ્રેસે માંડ 50 બેઠક મળે તેવું લાગી રહ્યું છે. આથી કોંગ્રેસને ગત ચૂંટણીની જેમ આ વખતે પણ લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતાનું પદ મળી શકશે નહી. એક રાષ્ટ્રીય પાર્ટી માટે આ બાબત ખૂબ જ શરમ જનક છે. બીજી બાજુ કોંગ્રેસન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની માતા અને UPAના ચેયરપર્સન સોનિયા ગાંધીને પણ મળ્યા હતા અને ચૂંટણીના પરિણામો અંગેની ચર્ચા અને સમિક્ષા કરી હતી.
ભાજપમાંથી મોદી-શાહની જોડીએ અદભુત સફળતા મેળવી છે. દિલ્હીમાં પણ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સાફ કરી દીધી છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર હોવા છતા ભાજપે તમામ સાત બેઠકો પર કબ્જો જમાવ્યો છે. મહારાષ્ટ્રમા પણ શિવસેનાએ 48 માંથી 43 બેઠકો પર જીત મેળવવા ભાજપ આગળ વધી રહ્યું છે.
ભારતના ઇતિહાસમાં સતત બીજી વખત બિનકોંગ્રેસની સરકાર બનશે
Reviewed by GK Exam Guruji
on
May 23, 2019
Rating:
No comments: