ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો 60 હજાર મતથી લઇ 3 લાખ મતથી આગળ


અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીમાં મોદીના વાવાઝોડામાં 2014ની જેમ ગુજરાત કોંગ્રેસ ફરીથી એક વખત સાફ થઇ ગઇ છે. શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ 4 બેઠકો પર આગળ દેખાતી હતી પરંતુ પછી થી કોંગ્રેસના ઉમેદવારો ખુબ જ પાછળ રહી ગયા હતા. બપોરે એક વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો 60 હજાર મતથી લઇ 3 લાખ મત સુધી પાછળ ચાલી રહ્યાં હતા. તેનો સીધો અર્થ તેવો કાઢી શકાય કે તમામ 26 બેઠક પર 2014ની જેમ ભાજપનો વિજય નિશ્ચિત છે. વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક પરથી 60 હજાર મતથી પાછળ છે. આ જ રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી 1 લાખ 72 હજાર મતથી પાછળ ચાલી રહ્યાં છે જ્યારે સમગ્ર રાજ્યમાં જે બેઠક પરથી કોંગ્રેસની જીત નિશ્ચિત મનાતી હતા તે પાટણ બેઠક પરથી કોંગ્રેસના જગદીશ ઠાકોર ભાજપના ભરતસિંહ ડાભી કરતા 46 હજાર મતથી પાછળ ચાલી રહ્યાં છે. આ ત્રણ બેઠકો જીતવા પર કોંગ્રેસને સંપૂર્ણ  વિશ્વાસ હતો.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી લોકસભા ક્ષેત્ર હેઠળની આવતી તમામ વિધાનસભાની બેઠકો કોંગ્રેસે જીતી હતી. ઉપરાંત પરેશ ધાનાણીની ઇમેજ પણ લોકોમાં સારી છે. તેઓ સામાન્ય લોકો સાથે સતત સંપર્કમાં હોય છે. આથી આ બેઠક પર કોંગ્રેસને પોતાની જીત નિશ્ચિત લાગતી હતી. પરંતુ આજે મતગણતરીમાં જે હકિકત સામે આવી છે તે મુજબ કોંગ્રેસના કહેવાતા આ ત્રણેય દિગ્ગજ નેતાઓની હાર નિશ્ચિત થઇ ગઇ છે.

આ ત્રણ સિવાય કોંગ્રેસને જે બેઠકો મળવાની આશા હતી અથવા તો  ભાજપ સામે કટોકટની લડાઇ થશે તેવી ધારણાં અને ગણતરી રખાતી હતી. તેવી તમામ બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાય જશે. આવી બેઠકમા  બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ, છોટા ઉદેપુર તથા દાહોદનો સમાવેશ થાય છે. બપોરે 1.30 વાગ્યે પણ તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો પોતાની લીડ વધારી રહ્યાં છે. હવે બાકી રહેલા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમદવારો આ જંગી સરસાઇને કાપી શકશે નહી. આમ, 2019ની ચૂંટણીમાં પણ ગુજરાતમાં કોંગ્રેસ લોકસભામાં પણ પોતાનું ખાતું ખોલાવી શકશે નહી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 3 લાખ મતની સરસાઇથી આગળ ચાલી રહ્યાં હોય તેઓ ગુજરાતમાં સૌથી વધું મતની સરસાઇથી જીતી શકે છે. 2014ની ચૂંટણી આ જ બેઠક પરથી એલ.કે.અડવાણીએ પોણા પાંચ લાખ મતની સરસાઇથી જીત મેળવી હતી જ્યારે નરેન્દ્ર મોદી સૌથી વધુ પોણા છ લાખની સરસાઇથી જીત્યા હતા.


ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો 60 હજાર મતથી લઇ 3 લાખ મતથી આગળ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો 60 હજાર મતથી લઇ 3 લાખ મતથી આગળ Reviewed by GK Exam Guruji on May 23, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.