ભાજપને એકલા હાથે સંપૂર્ણ બહૂમતિ મળ્યા છતાં શેર બજારનો યૂ-ટર્ન

અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર
લોકસભાની ચૂંટણીમાં મતગણતરી દરમિયાનના બે કલાકમાં જ ભાજપ-NDAને બહૂમતિ મળશે તેવું લાગતું હતું. જેને પગલે શેર બજારમાં ભારે તેજી આવી હતી. સેન્સેક્સે 40 હજારની તો નિફ્ટીએ 12 હજારની સપાટી કુદાવી નવો ઇતિહાસ રચી દીધો છે. આ તબક્કે શેર બજારના માંધાતાઓ એવી અટકળ કરતા હતા કે, જો ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહૂમતી મળશે અને NDAને 300થી વધુ બેઠકો મળશે તો શેર બજારમાં આજે તેજીની સર્કિટ લાગી શકે છે. એટલું જ નહી આવતી કાલે પણ બજારમાં મોટો ઉછાળો આવશે. પરંતુ ભાજપને સ્પષ્ટ બહૂમતિ મળ્યા બાદ પણ શેર બજાર વધવાને બદલે ઘટવાનું શરૂ થતા આશ્ચર્ય સર્જાયું છે. બપોરે 2 વાગ્યાની આસપાસ 235 પોઇન્ટ જેટલો જ પ્લસ રહ્યો છે. જ્યારે નિફ્ટિ પણ લગભગ 75 પોઇન્ટ જેટલો પ્લસ રહ્યો છે. જે શેરના ભાવમાં 10થી 18 ટકાનો ઉછાળો આવ્યો હતો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ અગાઉ એક્ઝિટ પોલ જાહેર થયા બાદ બીજે જ દિવસે શેર બજાર 1400 પોઇન્ટ ઉછળ્યું હતું પરંતુ હવે જ્યારે વાસ્તવમાં પરિણામ અપેક્ષા અને એક્ઝિટ પોલ કરતા ભાજપ-NDAની તરફેણમાં વધું સારા આવ્યા છે. આમ છતાં બજાર વધ્યા પછી શા માટે ઘટી રહ્યું છે તે સામાન્ય માણસને સમજાતું નથી. અત્રે નોંધનીય છે કે, શેર બજાર માટે આજે સુવર્ણ દિવસ થઇ ગયો છે કારણ કે સેન્સેક્સે પ્રથમ વખત 40 હજારની જ્યારે નિફ્ટિએ 12 હજારની સપાટી વટાવીને એક નવો કિર્તિમાન સ્થાપિ દીધો છે.
શેર બજારના ખેલાડીઓ જણાવે છે કે, કેન્દ્રમાં સ્થિર સરકાર આવતા શેર બજારમાં તેજી આવશે. આજે જે મોટો ઉછાળો આવ્યા બાદ તેમાં ઘટાડો નોંધાયો છે તે માત્ર પ્રોફિટ બુકિંગ છે. રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી આગામી સમયમાં સેન્સેક્સ અને નિફ્ટિ ફરીથી નવા હાઇ બનાવશે. નવી સરકાર બજેટ રજૂ કરે તે પહેલા જ શેર બજારમાં મોટી તેજી આવશે તે બાબત નિશ્ચિત છે.
ભાજપને એકલા હાથે સંપૂર્ણ બહૂમતિ મળ્યા છતાં શેર બજારનો યૂ-ટર્ન
Reviewed by GK Exam Guruji
on
May 23, 2019
Rating:
No comments: