રાજસ્થાનની તમામ 25 બેઠકો પર મોદીનું સુનામી

જયપુર, તા. 23 મે 2019, ગુરૂવાર

ગુજરાત અને મધ્યપ્રદેશની જેમ રાજસ્થાન લોકસભા ચૂંટણીના પરીણામો પણ 2014નું પુનરાવર્તન રહયા છે. 2018માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવીને ભાજપની વસુંધરા રાજે સરકારને પરાજય આપ્યો હતો. અશોક ગેહલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવ્યા જયારે સચીન પાયલોટને ઉપ મુખ્યમંત્રી પદ મળ્યું હતું, વિધાનસભામાં 100 બેઠકો સાથે જે જીત મેળવી તે જોતા કોંગ્રેસને લોકસભામાં 10 થી 12 બેઠકો મેળવવાની તક હતી પરંતુ પરીણામો તેનાથી વિપરીત આવ્યા છે. ગેહલોટ સરકાર અને કોંગ્રેસનું સંગઠન લોકોને રીઝવવામાં નિષ્ફળ રહયા છે. રાજસ્થાનમાં બાજપ  25માંથી બેઠક સરસાઇ ધરાવે છે તે જોતા કોંગ્રેસને સરીઆમ નિષ્ફળતા મળી છે. બિકાનેર હોય કે ઝાલાવાડ, કોટા હોય કે જયપુર લોકોએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. રાજસ્થાનમાં ચૂંટણીના પરીણામોએ સાબીત કર્યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં જે આક્રોશ અને નારાજગી હતી તે વસુંધરા રાજે સરકાર સામે હતી મોદી સરકાર સામે નહી. એ સમયે ચૂંટણીમાં નારો પણ બોલાતો હતો કે વસુંધરા તેરી ખૈર નહી, મોદી તુઝ સે બૈર નહી. આ નારો રાજસ્થાન લોકસભા ચૂંટણીના રિઝલ્ટમાં સાચો સાબીત થઇ રહયો છે.

 રાજસ્થાનની બીકાનેર બેઠક પરથી કેન્દ્રના મંત્રી અર્જુનરામ મેઘવાલ 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં વિજતા બન્યા હતા. આ બેઠક પર જીતની હેટ્રીક મારે તેટલી સરસાઇ મળી છે. કોંગ્રેસે પણ ઉમેદવાર બદલીને મદનગોપાલ મેઘવાલને ટીકિટ આપીને જીતની આશા રાખી પરંતુ સફળ થઇ નથી. બાલાકોટમાં એર સ્ટ્રાઇક થયા પછી પી એમ નરેન્દ્ર મોદીએ ચુરુમાં જાહેર સભા સંબોધીને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રાહુલ કાસવાને 595756 મત મેળવ્યા હતા. જયારે બહુજન પાર્ટીના ઉમેદવાર અભિનેષ મહર્ષીને 301017 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના પ્રતાપસિંહ 176912 મત મેળવીને ત્રીજા સ્થાને રહયા હતા. . ગત 2014ની ચૂંટણીમાં રાજય વર્ધન રાઠોડે 632920 મત મેળવીને કોંગ્રેસના સીપી જોષીને 3 લાખ કરતા વધુ મતોથી પરાજય આપ્યો હતો. રાજવર્ધન રાઠોડ મોદી સરકારના મંત્રી અને સાંસદ તરીકેની કામગીરીના રેકોર્ડના આધારે ફરી ચૂંટાય તેટલી સરસાઇ ધરાવે છે.  આવી સ્થિતિ લગભગ રાજસ્થાનની તમામ બેઠકો પર જોવા મળે છે. જાતિ ગત સમીકરણો અને મોટા સમૂદાયને સાથે ધ્યાનમાં રાખીને કોંગ્રેસને વિજય મેળવવાની આશા હતી જે ઠગારી સાબીત થઇ છે.




રાજસ્થાનની તમામ 25 બેઠકો પર મોદીનું સુનામી રાજસ્થાનની તમામ 25 બેઠકો પર મોદીનું સુનામી Reviewed by GK Exam Guruji on May 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.