બેરોજગારી દર 45 વર્ષના સૌથી ઉંચા સ્તરે, GDP પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે


નવી દિલ્હી, તા. 31 મે 2019, શુક્રવાર

મોદી સરકારના શપથના 24 કલાક બાદ જ શ્રમ મંત્રાલયે શુક્રવારે બેરોજગારીના આંકડા જાહેર કર્યાં છે. જેમાં 2017-18માં બેરોજગારી દર 6.1% રહ્યો, જે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ છે. જો કે, સરકારનું તે કહેવું છે કે આ આંકડાના સંબંધમાં મેથડમાં ફેરફારના કારણે તેની તુલના પાછલા આંકડ સાથે કરી શકાય નહી.

આંકડાઓ પ્રમાણે મહિલાઓની સરખામણીએ પુરુષોમાં બેરોજગારી વધારે છે. બંન્નેની અલગ-અલગ બેરોજગારી દરની વાત કરવામાં આવે તો દેશના સ્તર પર પુરુષોમાં બેરોજગારી દર 6.2%, જ્યારે મહિલાઓમાં બેરોજગારી દર 5.7% છે. લોકો રોજગારીની શોધમાં ગામડાંમાંથી શહેરમાં સ્થળાંતર કરી રહ્યાં છે પરંતુ આંકડાઓ પ્રમાણે શહેરોમાં ગામડા કરતા બેરોજગારી દર વધારે છે. શહેરોમાં બેરોજગારી દર 7.8% છે જ્યારે ગામડામાં આ આંકડો 5.3% છે.

GDP 5 વર્ષના સૌથી નિચલા સ્તરે

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા રોજગારી અને GDP સાથે જોડાયેલા આંકડા જાહેર કર્યાં છે. દેશની GDP દરમાં ચોથા ક્વાટરમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી-માર્ચમાં GDP દર ઘટીને 5.8% પહોંચ્યો છે. છેલ્લા 9 મહીનામાં દેશમાં ખેતી, ઉદ્યોગ અને મેન્યૂફેક્ચરિંગ જેવા મહત્વના સેક્ટરમાં મંદીના કારણે GDPમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ નાણાંકિય વર્ષ 2018-19માં વિકાસદર ઘટીને 6.8% થયો છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો છે. જો કે માર્ચ ક્વાટરમાં GDP દર અને નાણાંકિય વર્ષ 2019માં વિકાસ દર 7.1% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. 


બેરોજગારી દર 45 વર્ષના સૌથી ઉંચા સ્તરે, GDP પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે બેરોજગારી દર 45 વર્ષના સૌથી ઉંચા સ્તરે, GDP પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે Reviewed by GK Exam Guruji on May 31, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.