અમેઠીમાં ક્યાં કાચુ કપાયુ? રાહુલની હારના કારણોની કોંગ્રેસે શરૂ કરી તપાસ

લખનૌ, તા.1 જૂન 2019, શનિવાર

અમેઠીની લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની હારના કારણે કોંગ્રેસ હજી પણ સ્તબ્ધ છે. અમેઠીમાં ક્યાં કાચુ કપાયુ તે જાણવા માટે કોંગ્રેસ દ્વારા ગુપ્ત તપાસ શરૂ કરવામાં આવી છે.

પરંપરાગત રીતે ગાંધી પરિવારનો ગઢ મનાતી અમેઠીની બેઠક પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને કારમી હાર આપ્યા બાદ તેના પર કોંગ્રેસે ચિંતન શરૂ કર્યુ છે. આ માટે પ્રિયંકા ગાંધીની રાજકીય કામગીરી સંભાળનારા કોંગ્રેસી નેતા ઝુબેરખાન અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરીલાલ શર્માની ટીમ બે દિવસથી અમેઠીમાં ડેરા તંબુ નાંખીને પડી છે.

યુપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજીવ સિંહનુ કહેવુ છે કે, હારની સમીક્ષા ગામડાઓના સ્તર સુધી થઈ રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓની પૂછપરછ કરીને એ જાણવાની કોશિશ થઈ રહી છે કે, ક્યાં ચૂક રહી ગઈ. 

અમેઠી કોંગ્રેસમાં પણ હારના કારણે ઘમાસાણ મચેલુ છે. આ હાર બાદ અમેઠી કોંગ્રેસ અધ્યક્ષ યોગન્દ્ર મિશ્રાએ રાજીનામાની પણ ઓફર કરી હતી. જ્યારે કોંગ્રેસી નેતા ધર્મેન્દ્ર શુક્લાએ રાહુલ ગાંધીના પ્રતિનિધિને પત્ર લખીને અન્ય નેતા ચંદ્રકાન્ત દુબે હાર માટે જવાબદાર હોવાનુ કહ્યુ હતુ.



અમેઠીમાં ક્યાં કાચુ કપાયુ? રાહુલની હારના કારણોની કોંગ્રેસે શરૂ કરી તપાસ અમેઠીમાં ક્યાં કાચુ કપાયુ? રાહુલની હારના કારણોની કોંગ્રેસે શરૂ કરી તપાસ Reviewed by GK Exam Guruji on June 01, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.