મોદી સરકારની પહેલી કેબિનેટ મીટિંગમાં શહીદોના બાળકોની સ્કોલરશિપ વધારવામાં આવી


નવી દિલ્હી, તા. 31 મે 2019, શુક્રવાર

30મી મેએ મોદી સરકારનો શપથગ્રહણ સમરોહ યોજાયો. વડાપ્રધાન મોદી અને સાથે જ તેમના કેબિનેટ પ્રધાનોએ શપથ લીધાં. જેના એક દિવસ બાદ મંત્રીઓને તેમના મંત્રાલયની વહેંચણી કરી દેવામાં આવી.

મોદી સરકારની પહેલી કેબિનેટ મીટિંગ સાઉથ બ્લોકમાં થઇ રહી છે. વડાપ્રધાન મોદીએ પોતાનો પદભાર સંભળ્યા બાદ પહેલો નિર્ણય નેશનલ ડીફેન્સ ફંડ હેઠળ પ્રધાનમંત્રી છાત્રવૃત્તિ યોજનામાં મોટા ફેરફાર કર્યા છે. જેમાં સ્કોલરશિપની રકમમાં વધારો કર્યો છે. છોકરાઓ માટે 2000 પ્રતિ મહીનાથી 2500 પ્રતિ મહીનો અને છોકરીઓ માટે 2250 પ્રતિ મહીનાથી 3000 પ્રતિ મહીનાનો સ્કોલરશિપમાં વધારો કર્યો છે.

સ્કોલરશિપ યોજના હેઠળ આતંકી-નક્સલી હુમલા દરમિયાન શહીદ થયેલા રાજ્ય પોલીસના તે અધિકારીઓના બાળકોને આ સ્કોલરશિપનો લાભ મળશે. રાજ્ય પોલીસ અધિકારીઓના બાળકો માટે નવી સ્કોલરશિપનો કોટા એક વર્ષમાં 500 હશે. જ્યારે 17મી  લોકસભાના પહેલા સત્રની શરૂઆત 6 થી 15 જુન વચ્ચે થવાની સંભાવના છે. જો કે હજૂ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


મોદી સરકારની પહેલી કેબિનેટ મીટિંગમાં શહીદોના બાળકોની સ્કોલરશિપ વધારવામાં આવી મોદી સરકારની પહેલી કેબિનેટ મીટિંગમાં શહીદોના બાળકોની સ્કોલરશિપ વધારવામાં આવી Reviewed by GK Exam Guruji on May 31, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.