'ફાની' ટકરાયું પુરીના કિનારેઃ 245 કિમી/કલાકના પ્રચંડ વેગે પવન ફૂંકાયો

નવી દિલ્હી, તા. 3 મે 2019, શુક્રવાર

ફાની વાવાઝોડું પ્રચંડ તાકાત સાથે ઓડિશાના પુરી કિનારે ટકરાયું છે. હૈદરાબાદના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પુરીમાં 245 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી પવન ફૂંકાઇ રહ્યો છે. તંત્રએ પહેલેથી જ દરિયા કિનારેથી લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડી દીધાં છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પોતે સરકારી વ્યવસ્થા અને વાવાઝોડા સામે લડવાની તૈયારીઓની દેખરેખ રાખી રહ્યાં છે.

દરમિયાન લોકોને પોતાના ઘરોની અંદર રહેવાની સૂચના આપવામાં આવી છે. ઇન્ડિયન નેવીએ રાહત માટે પોતાના જહાજ અને જવાનોને તૈનાત કર્યાં છે. પુરીમાં હાલ તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

વિશાખાપટ્ટનમ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા મુસાફરો માટે રેલવે વિશાખાપટ્ટનમથી મુંબઇની સ્પેશિયલ ટ્રેન ચલાવશે. લોકોને આ ટ્રેનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પણ આજે રાતે 9:30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.



'ફાની' ટકરાયું પુરીના કિનારેઃ 245 કિમી/કલાકના પ્રચંડ વેગે પવન ફૂંકાયો 'ફાની' ટકરાયું પુરીના કિનારેઃ 245 કિમી/કલાકના પ્રચંડ વેગે પવન ફૂંકાયો Reviewed by GK Exam Guruji on May 02, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.