આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક રહો: રાહુલ ગાંધી


નવી દિલ્હી, તા. 22 મે 2019, બુધવાર

લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સતર્ક રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને  જણાવ્યુ કે, પ્રિય કાર્યકર્તાઓ, આગામી 24 કલાક દરેક માટે મહત્વના છે, તેથી સતર્ક રહો અને ચેતીને રહો.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં અપીલ કરતા લખ્યું કે, કાર્યકર્તાઓ, ચેતીને રહો સતર્ક રહો. પરંતુ તમે ડરતા નહી. તમે સત્ય માટે લડો છે, ખોટા એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ થશો નહી. તેમણે પોતાના મેસેજમાં કહ્યું કે, પોતાના પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો. તમારી મહેનત એળે નહી જાય. જય હિંદ.

ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક ઓડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કાર્યકર્તાઓને એક્ઝિટ પોલ પર ધ્યાન આપો નહી. સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવાનું કહ્યું હતું.


આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક રહો: રાહુલ ગાંધી આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક રહો: રાહુલ ગાંધી Reviewed by GK Exam Guruji on May 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.