આજે સૌની નજર દિલ્હી પર : ગ્રેટ શો ઓફ 2019


દેશના કુલ 90 કરોડ મતદારો પૈકી 67 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો 

સૌથી પહેલા 16.49 લાખ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે   

કુલ 543માંથી 542 બેઠકો પર ચૂંટણી થઇ હતી અને કુલ 8049 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું 

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 282 જ્યારે કોંગ્રેસે 44 બેઠકો પર વિજય મેળવ્યો હતો

10.3 લાખ મતદાન મથકો પૈકી 20,600 મતદાન મથકોમાં ઇવીએમની સાથે વીવીપેટ સ્લીપ મેચ કરવામાં આવશે :  મેચિંગમાં ભૂલ દેખાશે તો સ્લીપના પરિણામો અંતિમ ગણાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

સાત તબક્કામાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ માટે આવતીકાલનો દિવસ મહત્ત્વપૂર્ણ ગણાશે.  મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વવાળી એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી મળશે તેવી શક્યતા દર્શાવી છે. 

જો કે વિરોધ પક્ષોએ એક્ઝિટ પોલના તારણોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે આ વખત નરન્દ્ર મોદી સરકારની હાર નિશ્ચિત છે. વિરોધ પક્ષોનું માનવું છે કે બેકારી, ખેડૂતોની દયનીય સ્થિતિ અને અર્થતંત્રમાં મંદીને કારણે ભાજપ હારશે. 

૧૧ એપ્રિલના પ્રથમ તબક્કાથી શરૂ થયેલી ચૂંટણી ૧૯ મેના સાતમા તબકકા સુધી ચાલી હતી. આ ચૂંટણીમાં દેશના કુલ ૯૦ કરોડ મતદારો પૈકી ૬૭ ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ ૫૪૩માંથી ૫૪૨ બેઠકો પર ચૂંટણી થઇ હતી અને કુલ ૮૦૪૯ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. 

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૮૨ જ્યારે કોંગ્રેેસે ૪૪ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૦૯માં કોંગ્રેસે ૨૦૬ બેઠકો પર વિજય મેળવ્યો હતો.  ૨૦૧૯ની લોેકસભા ચૂંટણીના પ્રચારમાં ઉમેદવારોએ 'ચોકીદાર ચોર હે', 'ભ્રષ્ટાચારી નં. ૧'થી લઇને 'ખાકી અન્ડરવેર' જેવા શબ્દ પ્રયોગ કર્યા હતાં. 

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ થવાની શક્યતા છે. 

પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં દરેક વિધાનસભા દીઠ પાંચ બૂથોમાં ઇવીએમની સાથે વીવીપેટ સ્લીપ સરખાવવામાં આવશે. એટલે કે ૧૦.૩ લાખ મતદાન મથકો પૈકી ૨૦,૬૦૦ મતદાન મથકોમાં ઇવીએમની સાથે વીવીપેટ સ્લીપ મેચ કરવામાં આવશે.

જો આ ગણતરીમાં કોઇ ભૂલ દેખાશે તો સ્લીપના પરિણામને અંતિમ ગણવામાં આવશે.  મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટથી કરવામાં આવશે. એક અંદાજ મુજબ ૧૮ લાખ કર્મચારીઓને પોસ્ટલ બેલેટ આપવામાં આવ્યા હતાં. તે પૈકી ૧૭ મે સુધીમાં ૧૬.૪૯ લાખ કર્મચારીઓએ પોતાના પોસ્ટલ બેલેટનો ઉપયોગ કર્યો હતો.



આજે સૌની નજર દિલ્હી પર : ગ્રેટ શો ઓફ 2019 આજે સૌની નજર દિલ્હી પર : ગ્રેટ શો ઓફ 2019 Reviewed by GK Exam Guruji on May 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.