અમેરિકામાં OPT વિઝા ગેરરીતિ, ભારતીય સહિત 10,000 વિદેશી વિદ્યાર્થીઓ રડારમાં

- શેલ કંપનીઓ મારફતે મોટાપાયે છેતરપિંડી
- એક જ જગ્યાએ અનેક કંપનીઓ : ઘણા સરનામા પર બંધ બિલ્ડિંગ, ખાલી ઓફિસ અથવા રહેણાંક મકાનો મળી આવ્યા
- કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું સંપૂર્ણ મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું સામે આવ્યું
USA OPT Visa News: અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ ઓપ્શન્લ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમ હેઠળ કામ કરતા લગભગ 10 હજાર વિદેશી વિદ્યાર્થીઓ સામે તપાસ શરુ કરી છે. તેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક વિદ્યાર્થીઓ એવી કંપનીઓ સાથે જોડાયેલા જોવા મળ્યા છે, જ્યાં હકીકતમાં કોઈ કામગીરી જ ચાલતી નહોતી.
અમેરિકામાં OPT વિઝા ગેરરીતિ, ભારતીય સહિત 10,000 વિદેશી વિદ્યાર્થીઓ રડારમાં
Reviewed by GK Exam Guruji
on
May 13, 2026
Rating:
No comments: