Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુઅલ રેશનિંગ?

Global Fuel Crisis 2026: કલ્પના કરો કે તમે પેટ્રોલ પંપ પર જાવ છો અને તમારી કારની ટાંકી ફૂલ કરાવવા માંગો છો, પરંતુ પંપ સંચાલક કહે છે, ‘સોરી સર, તમારો આ અઠવાડિયાનો ક્વોટા પૂરો થઈ ગયો છે!’ સાંભળવામાં કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે, પરંતુ વર્ષ 2026 માં વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઊર્જા કટોકટીને કારણે વિશ્વના અનેક દેશોમાં આ વાસ્તવિકતા બની ચૂકી છે. મધ્ય-પૂર્વમાં ઈરાન યુદ્ધને કારણે તેલ પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે. આ સંકટ વચ્ચે હવે સવાલ એ છે કે, શું ભારતમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાનની જેમ 'ફ્યુઅલ રેશનિંગ' લાગુ થશે? તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ઈંધણના બગાડ અને બિનજરૂરી મુસાફરીમાં ઘટાડો કરવા માટે કરેલી અપીલ કઈ દિશામાં ઈશારો કરે છે?
ફ્યુઅલ રેશનિંગ એટલે શું?
કોઈ વસ્તુની ભારે અછત હોય ત્યારે સરકાર તેના વપરાશ પર નિયંત્રણ લાવે તેને 'રેશનિંગ' કહેવાય.
No comments: