કોમર્શિયલ LPG સિલિન્ડરને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટને મળશે રાહત

Petroleum Ministry On Petrol-Diesel-LPG Shortage : કેન્દ્ર સરકારે ગેસ બુકિંગ માટેની અફડાતફડી ઓછી થતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટી રાહત મળશે. સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કોમર્શિયલ એલપીજીના ક્વોટામાં 20 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવા નિર્ણય સાથે હવે કુલ ફાળવણી વધીને 50 ટકા થઈ જશે જેમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ હેઠળ પીએનજી વિસ્તરણ માટે અગાઉ આપવામાં આવેલી 10 ટકા વધારાની ફાળવણીનો પણ સમાવેશ થાય છે.
રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ઈન્ડસ્ટ્રિયલ કેન્ટીને રાહત
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વધારાનો 20 ટકા ક્વોટા ચોક્કસ ક્ષેત્રોને પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે.
કોમર્શિયલ LPG સિલિન્ડરને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટને મળશે રાહત
Reviewed by GK Exam Guruji
on
March 21, 2026
Rating:
No comments: