‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો... ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન

IEA Report On Global Oil Crisis : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેલ-ગેસના ભંડારો પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ વિશ્વને મોટી ચેતવણી આપી છે. આઈઈએના જણાવ્યા અનુસાર હવે માત્ર તેલનો પુરવઠો વધારવાથી આ સંકટનો ઉકેલ આવશે નહીં પરંતુ દુનિયાએ પોતાની આદતો બદલીને વપરાશ ઘટાડવા પર ધ્યાન આપવું પડશે.
પુરવઠાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો
તેલના ભાવોને સ્થિર રાખવા માટે એજન્સીએ તાજેતરમાં 40 કરોડ બેરલ તેલનો જથ્થો બજારમાં મુક્યો હતો જે તેના ઇતિહાસનું સૌથી મોટું પગલું હતું. આમ છતાં આઈઈએનું માનવું છે કે આ માત્ર સામાન્ય તેલ સંકટ નથી પરંતુ અત્યાર સુધીનો સૌથી મોટો સપ્લાય શોક છે.
‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો... ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન
Reviewed by GK Exam Guruji
on
March 20, 2026
Rating:
No comments: