પીટ હેગસેથે કહ્યું એટલે મેં ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો હતો : ડોનાલ્ડ ટ્રમ્પ

Donald Trump and Iran War Reason : લગભગ બધું જ કરીને કશુ જ માથે ન રાખતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાન સાથેના યુદ્ધનો ગાળિયો યુદ્ધમંત્રી પીટ હેગસેથના માથે નાખી દીધો છે. તેમણે જાહેરમાં જ જણાવ્યું હતું કે ઇરાન સાથેના યુદ્ધનો વિચાર જ પીટ હેગસેથનો હતો હેગસેથ મારા ગાઢ અને નજીકના સહયોગીઓમાં એક છે. અમે લશ્કરી અધિકારી સાથે ઇરાન અંગે ચર્ચા કરવા એકત્રિત થયા હતા ત્યારે જ હેગસેથે લશ્કરી ઉપાય સૂચવ્યો હતો.
આમ આજે આખા અમેરિકામાં ઇરાન સાથેના યુદ્ધની સામે આકરા પ્રતિભાવો પડી રહ્યા છે ત્યારે ટ્રમ્પે હવે તેમાથી બચવાના મરણિયા પ્રયત્નો આદરી દીધા છે. પીટ હેગસેથના માથે ઇરાન યુદ્ધનો નાખી દીધેલો ગાળિયો તેનું જ ઉત્તમ ઉદાહરણ છે.
પીટ હેગસેથે કહ્યું એટલે મેં ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો હતો : ડોનાલ્ડ ટ્રમ્પ
Reviewed by GK Exam Guruji
on
March 24, 2026
Rating:
No comments: