દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન


- 498-Aનો આડેધડ ઉપયોગ ભારતીય લગ્ન સંસ્કૃતિની ખૂશ્બુનો નાશ કરી શકે

- યુપીમાં 498-Aની FIR દાખલ થયાની સાથે જ બે મહિનાનો કૂલિંગ પીરિયડ શરૂ થઇ જશે, મામલો પરિવાર કલ્યાણ સમિતિ પાસે જશે

Supreme Court News : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું છે કે દહેજ માટે પત્ની પર થતો અત્યાચાર રોકવા માટેની કલમ 498એના મામલાઓમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવામાં આવે. કલમ 498એનો દુરુપયોગ અટકાવવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી તેને સુપ્રીમ કોર્ટે બહાલ રાખી છે. આ ગાઇડલાઇનમાં જ 498એના કેસોમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવાની જોગવાઇ કરાઇ છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલી આ મહત્વની ગાઇડલાઇનને માન્ય રાખી છે.



દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન Reviewed by GK Exam Guruji on July 23, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.