ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ
Rain Forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 9 જુલાઈ સુધી રાજ્યના 11થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ રાજ્યના 6 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 20થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.
6 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (3 જુલાઈ) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ
Reviewed by GK Exam Guruji
on
July 03, 2025
Rating:
No comments: